અમદાવાદ: સાણંદ ખાતે ગાંધી સંકલ્પયાત્રા

admin
1 Min Read

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સાણંદ ભાજપ દ્વારા પદયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે 7-30 કલાકે સાણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘથી શરૂ થયેલી આ યાત્રા ગોરજ ગોકળપુરા થઇ ડોળી પાટીએ પૂર્ણ થઇ હતી.યાત્રામાં સંસદ સભ્ય કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય કનુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રક્ષાબેન પરમાર, ઉપ પ્રમુખ નટુભા લાયન, તાલુકા પંચાયત પ્રમુખ જયશ્રીબા વાઘેલા, જિલ્લા

ભાજપ મહામંત્રી શૈલેશભાઈ દાવડા સહીત ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો સફેદ વસ્ત્રો તેમજ ગાંધી ટોપીમાં સજ્જ થઇ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. તમને જણાવી દઈએ કે ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં PM મોદીએ ખેલ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા સ્ટાર સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ લોક કલ્યાણ રોડ પર સ્થિત PM મોદીના આવાસ પર યોજાયો હતો. જેમાં શાહરૂખ, આમિર ખાન આનંદ એલ રાય સહિત અનેક હસ્તી હાજર રહી હતી.

 

Share This Article