રાજકોટ : ગોંડલ ગુંદાળા દરવાજા પાસે કારમાંથી નાનાની ચોરી

admin
2 Min Read

અહીંના સરકીટ હાઉસ પાસે ધોળા દિવસે કારખાનેદાર રોનકભાઇ રાજેશભાઇ પિત્રોડાની કારમાંથી રૂ. 2.22 લાખની રોકડ રકમ સાથેના થેલાની ઉઠાંતરી થઇ હતી. કારમાંથી ઓઇલ ઢોળાય છે તેમ કહીને બાઇકસવાર બે શખસ રોકડ  રકમ સાથેના થેલાની ઉઠાંતરી કરી ગયા હતાં. નાકાબંધી અને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આશાપુરા ચોકડી પાસે રહેતાં અને હાઇ-વે પર ફેબ્રીકેશનનું કારખાનુ ધરાવતાં  રોનકભાઇ રાજેશભાઇ પિત્રોડા તેના મિત્ર પાર્થ સાથે કારમાં બેસીને સરકીટ હાઉસ સામે આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં નવી કરન્સી નોટ લેવા ગયા હતાં. તેઓ બેંક પાસે પહોંચ્યા ત્યારે બાઇક પર બે શખસ આવ્યા હતાં અને તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાય છે તેમ કહ્યું  હતું. આ વાત સાંભળીને રોનકભાઇ અને પાર્થ કારમાંથી નીચે ઉતર્યા હતાં અને કારનું બોનેટ ખોલીને ઓઇલ ચેક કરી રહ્યા હતાં ત્યારે મોકાનો ફાયદો ઉઠાવીને બાઇકસવાર ઉઠાવગીરો કારના ડેસબોર્ડ પર રાખેલો રૂ. 2.22લાખની રોકડ રકમ સાથેનો થેલો ઉઠાવીને નાસી ગયા હતાં.

આ અંગેની જાણ કરાતાં પીઆઇ રામાનુજ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરાવીને સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને ઉઠાવગીરોને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, તહેવારો પર ઉતરી પડતા ઉઠાવગીરો  જુદા જુદા બહાને વેપારીઓ અને કારખાનેદારોની નજરની ચુકવીને રોકડ રકમની ઉઠાંતરી થતી રહે છે ઓઇલ ઢોળાયું છે તેમ કહીને ઉઠાંતરી કરતી ગેંગના કેટલાક સાગરીતોને અગાઉ રાજકોટ પોલીસે ઝડપી લીધા હતાં.

Share This Article