Connect with us

અમદાવાદ

અમદાવાદ : લોકડાઉનમાં સારી રીતે ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

thesquirrel squirrel

Published

on

કોરોના મહામારીમાં અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ આશરે 9 મહિના કરતા વધુ સમય સુધી બંધ રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવી અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે  લોકડાઉનના સમયગાળામાં સારી રીતે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરની કાલુપુરની શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમીમાં સંચાલક ધવલસર તેમજ જીતેનસર દ્વારા અતિથી વિશેષ હિન્દી તેમજ સંસ્કૃત વિષયના નિષ્ણાત શ્રી ગીતાબેન સોલંકીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કોરોના મહામારી ની વિપરીત પરિસ્થિતિ માં લોકડાઉનના સમય દરમિયાન જે વિદ્યાર્થીઓ એ ઓનલાઇન શિક્ષણ ખુબ સારી રીતે મેળવી ઘરે બેસીને શિક્ષણ કાર્ય કર્યું છે તેવા વિદ્યાર્થીઓનું ” હોમ લર્નિંગ બેસ્ટ પરફોર્મન્સ” નું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

તેમજ ધોરણ ૧૦/૧૨ ના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ

રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે કહી આ વાત

thesquirrel squirrel

Published

on

કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત ગુજરાતમાં રેમડેસિવીર ઈન્જેક્શનનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ તેમજ અન્ય શહેરોમાં રેમડેસિવીર ઈન્જેક્શન માટે લોકો પડાપડી કરી રહ્યા છે ત્યારે ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે પણ રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે  આક્ષેપ કર્યા છે.

રાજ્યમાં ઈન્જેક્શન માટે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.  આ મુદ્દે સંજય રાવલે આક્ષેપ કર્યો છે કે મહારાષ્ટ્રમાં કેસ વધુ તેમ છતાં ઇન્જેક્શન માટે લાઇન નથી, જ્યારે ગુજરાતમાં ઓછા કેસ છતાં ઇન્જેક્શન માટે પડાપડી થઈ રહી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે વીડિયો પોસ્ટ કરીને આક્ષેપ કર્યા છે.

તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં 50 હજાર કેસ છે તેમ છતાં ત્યાં ઈન્જેક્શન મેળવવા માટે લાઈનો નથી લાગતી. જ્યારે ગુજરાતમાં 5 હજાર કેસ છે અને કલાકો સુધી લોકો ઈન્જેક્શન માટે લાઈનમાં ઉભા રહે છે.  સાથે જ તેમણે ઈન્જેક્શનના કાળાબજારીનો મુદ્દો પણ આમાં ઉઠાવ્યો છે.  સંજય રાવલના આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં રેમડેસિવીર ઈન્જેક્શનને લઈ ભારે અફરાતફરી સર્જાયેલી છે.

 

Continue Reading

અમદાવાદ

ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

thesquirrel squirrel

Published

on

અમદાવાદ સહિત રાજ્યભરમાં વધતા કહેર વચ્ચે રેમડેસિવીર ઈન્જેકશનનો સ્ટોક ખૂટી પડતા ઝાયડસ કંપનીએ વેચાણ બંધ કર્યું હતું. જેના કારણે કોરોનાના દર્દીઓના પરિવારની ચિંતામાં વધારો થયો હતો.

ત્યારે હવે આ ઇન્જેક્શનને લઈ  સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ઝાયડસ દ્વારા ફરીથી એકવાર રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રતિનિધિ દ્વારા ઝાયડસ સાથે વાતચીત કરાઇ હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ ઝાયડસ હોસ્પિટલથી ફરી ચાલુ કરવા અંગે મેં પંકજભાઈ સાથે વાત કરી છે અને બહુ જલ્દી આ વેચાણ વ્યવસ્થા પુનઃ ચાલુ કરવામાં આવશે.’ ફરી એકવાર ઝાયડસ દ્વારા રેમડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ શરુ કરવામાં આવશે તેવા અહેવાલ સામે આવતા કોરોનાના દર્દીઓના સગા સંબંધીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Continue Reading

અમદાવાદ

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય

thesquirrel squirrel

Published

on

અમદાવાદ શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા જે જગ્યા પર ભીડ એકત્ર થાય છે ત્યાં લારી ગલ્લા તેમજ દુકાનો બંધ કરાવામાં આવે છે.

ત્યારે મનપાના સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રમાણે, શહેરમાં જ્યાં સુધી કોરોના સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો જે લોકો આ આદેશનું પાલન નહીં કરે અને ગલ્લા ખોલશે તેમની સામે અમદાવાદ મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે.

મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મનપા એક્શનમાં આવી છે અને અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે શહેરના પાન-ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા છે.

Continue Reading
સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

રાજકોટ2 weeks ago

રાજકોટ : તરબૂચ અને સંતરાનું વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ2 weeks ago

રાજકોટ : જેતપુરમાં સેવાની જયોતઃ પોતાના બંગલામાં હોસ્પિટલ શરૂ કરી

પંચમહાલ2 weeks ago

પંચમહાલ : હાલોલમાં ૩૦ એપ્રિલ સુધી ૨ વાગ્યા પછી દુકાનો સંપૂર્ણ બંધ

પંચમહાલ2 weeks ago

પંચમહાલ : દૂકાનદાર-લારી- ગલ્લાધારકોનું આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું

બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : કોંગ્રેસના ધારાસભ્ય જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા

બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : મુખ્ય કોવિડ હોસ્પિટલ થઈ હાઉસફુલ

અમરેલી2 weeks ago

અમરેલી : બગસરા શહેરમા કોવિડ સેન્ટર શરૂ કરવા આપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી

બનાસકાંઠા4 weeks ago

બનાસકાંઠા : આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીની થશે શરુઆત

અમદાવાદ4 weeks ago

ગુજરાત : રેમડેસીવીર ઈન્જેક્શન લઈ દર્દી ઘરે જઈ શકશે, હવે 3 લેયર માસ્ક 1 રુપિયામાં મળશે

જામનગર4 weeks ago

જામનગર : જામનગરમાં રાત્રિ કર્ફ્યૂનું ચુસ્ત પાલન

ગુજરાત4 weeks ago

રેલવેના કોવિડ આઈસોલેશન કોચ ખાઈ રહ્યાં છે ધૂળ

સુરત4 weeks ago

સુરત : આવી તે કેવી કપરી સ્થિતિ કે વેન્ટિલેટર નથી મળતાં, સ્મીમેરમાં દર્દીઓને મલ્ટીલેવલ પાર્કિંગના બીજા માળે રાખવા પડ્યા

નેશનલ4 weeks ago

ધો-9 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના કરાશે પાસ

પાટણ4 weeks ago

પાટણ : કોરોનાનું સંક્રમણ વધતું જતાં હવે ઉછાળારુપ કેસને પગલે કોરોનાની બીજી લહેર ગંભીર સ્થિતિ ભણી આગળ વધી

Uncategorized4 weeks ago

મહેસાણા : મહેસાણામાં વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.