કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન

admin
1 Min Read

કમોસમી વરસાદને કારણે સારા પાકની આશા વચ્ચે ખેડૂતોનો સંપૂર્ણ પાક જ નિષ્ફળ થઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.  તેમાં સરકાર દ્વારા વીમા કંપનીઓને આદેશ આપ્યો કે ખેડૂતોના પાક વીમાના ફોર્મ સ્વીકારી તેઓને વળતર આપો. જેના કારણે વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને વીમો ચૂકવવો ન પડે તે માટે કોઈને કોઈ પ્રકારના ગતકડાં કાઢવામાં આવે છે. જેમાં ફોર્મ ભરીને સ્વીકારવાની જે ૭૨ કલાકની સમય મર્યાદા રખવામાં આવી છે. તેમાંય કામની કલાકો તો માત્ર ૨૪ કલાક જ છે.  જે અતિશય ઓછી હોવાથી મોટા ભાગના ખેડૂતો વીમા વગર રહી જવાનો અંદેશો સેવાઈ રહ્યો છે. જે અંગે ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ જેતપુર તાલુકાના ૪૮ ગામડાઓમાં લગભગ ૩૭  હજાર જેટલા ખાતેદારો છે. જેમાંથી ૨૮ હજાર ખાતેદારો કમોસમી વરસાદના શિકાર બન્યા છે.  આટલા બધા ખાતેદારોના ફોર્મ ચકાસીને વીમા કંપની કોઈ દિવસ સ્વીકારી ન શકે ઉપરથી ફોર્મની સાથે ૮અ અને ૭/૧૨ પણ જમા કરાવાના હોય તે દાખલા કાઢવામાં જ ત્રણથી ચાર દિવસનો સમય લાગે તેમ છે. એટલે આટલા ટૂંકા સમયમાં કોઈ પણ સંજોગોમાં ખેડૂતો પાક વીમાના ફોર્મ જમા કરાવી શકે તેમ ન હોવાથી ફોર્મ જમા કરાવવા માટે સમય મર્યાદા વધારવાની ખેડૂતોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું.

Share This Article