હરીજમાં અનુસૂચિત જતી દ્વારા આવેદનપત્ર અપાયું

admin
1 Min Read

પાટણ હારીજના સમસ્ત અનુસૂચિત જાતી સમાજ દ્વારા હારીજ મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મળતી ,માહિતી અનુસાર ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુના ચશ્માં ખંડિત કરવામાં આવ્યા હોય તે બાબતને ધ્યાન દોરવા મામલતદારને આવેદનપત્ર અપાયું છે. ગત દિવસે બાબાસાહેબ આંબેડકરના ચશ્માં કોઈ અજાણ્યા ઇસમો અથવા અસમાજિક તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યા હોય તેવું લઇ રહ્યું હતું. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી રજૂઆત પણ કરવામાં આવી છે. તેમજ ચશ્માં નવા મુકવા અથવા સ્ટેચ્યુ આગળ કેમેરા મુકવા તેથી આવી ઘટના ણા ઘટે મતે સુરક્ષાના પોઈન્ટ મુકવાની આરાજીમાં કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ભીમરાવ રામજી આંબેડકર (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા.

Share This Article