ભાજપે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે તમામ 6 બેઠકો માટે જ્યારે કોંગ્રેસે 4 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે મોડી રાત્રે જાહેર કરેલા ઉમેદવારોમાં થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલભાઇ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઇ સેવકના નામ જાહેર કરવામાં આવ્યા છે. થરાદ બેઠક પરથી શંકર ચૌધરીની દાવેદારી મજબૂત હતી પણ અમિત શાહે તેમને સત્તાના કેન્દ્રથી દૂર રાખ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આજે રવિવાર રાત્રે થરાદ, બાયડ, અમરાઇવાડી અને લુણાવાડા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા. જેમાં થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠક પરથી પટેલ જશુભાઇ શિવાભાઇ, અમરાઇવાડી બેઠક પરથી ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ તથા લુણાવાડા બેઠક પર ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહના નામની જાહેરાત કરવામાં આવી છે.
લુણાવાડા ભાજપના ઉમેદવાર જાહેર કરાયા
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment