વાવાઝોડા માટે એમ.રેડિયો સુવિધા

admin
1 Min Read

સુરત જિલ્લા કલેકટરે મહા-વાવાઝોડાને ધ્યાને રાખી કાંઠા વિસ્તાર અને શહેરીજનોમાં ગેરસમજ કે અફવા ના ફેલાય તે હેતુસર એમ.રેડિયોની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.  ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી મહા-વાવાઝોડાને લઈ વહીવટી તંત્ર, પાલિકા,  પોલીસ,  હોસ્પિટલ,  એન.ડી.આર.એફ, સહિતની ટીમો સ્ટેન્ડઉપ કરાઈ છે.  મહા-વાવાઝોડાની દરેક પરિસ્થિતિમાં પહોંચી વળવા કાલેક્ટર કચેરીએ એમ. રેડિયોની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. રાજ્યમાં મહા-વાવાઝોડાનું સંકટ ડીપ-ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે.  વાવાઝોડાની દરેક પરિસ્થિતિમાં સુરત જિલ્લા કલેક્ટરે દરેક માહિતી સમયસર લોકો સુધી પહોંચે તે હેતુસર એમ.રેડિયોની સુવિધા ઉપલબ્ધ કરી છે. તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાન, દીવ, અમરેલી, ભરૂચ, આણંદ અમદાવાદ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદ રહેશે. ભારે વરસાદની સાથે પવનની ઝડપ 70 કિમિ સુધીની રહે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 

Share This Article