મહીસાગર : નસીકપુર ગામથી નાની દેનાવાડને જોડતો માર્ગ લાભથી વંચિત

admin
1 Min Read

રાજ્યમાં આ વર્ષે વ્યાપક વરસાદને કારણે શહેરોમાં સ્થાનિક રસ્તાઓ અને ગામડાઓને શહેરો સાથે જોડતા રસ્તાઓની હાલ ખૂબ દયનિય બની ગઈ છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ રસ્તાઓને રીપેર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.માર્ગ મકાન વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિવાળી સુધીમાં તમામ માર્ગોની મરામત કરીને સારા બનાવી દેવાનો લોકોને વાયદો કર્યો છે. ત્યારે લુણાવાડામાં બે ગામને જોડતો માર્ગ વહેલા તૈયાર કરવમાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તેમ છતા આ રસ્તો બનતો નથી એનુ કારણ શુ ??? અમુક સૂત્રો દ્વારા કામગીરી પૂર્ણ થયેલી ચર્ચાઓ જોવા મળે છે શુ તપાસ થશે ખરી ? મળતી વધુ માહિતી અનુસાર નસીકપુર ગામથી નાની દેનાવાડને જોડતો માર્ગ ભૂતકાળ સમયથી આજે પણ આ લાભથી વંચિત છે. નાની દેનાવાડ પેટા વિભાગમા આવતુ નસીકપુર ગામ મુખ્ય કામકાજ માટે દેનાવાડ પંચાયત પર જવા માટે લોકોને ઘણી તકલીફ વેઠવી પડે છે.

Share This Article