ભારત અને ચીની સેના વચ્ચે મેજર લેવલની યોજાઈ બેઠક

admin
2 Min Read

પેંગોંગ ત્સો લેકને અડીને આવેલા ફિંગર એરિયામાં ભારત અને ચીન વચ્ચે ડિસઈંગેજેંટને લઈને ભલે અત્યાર સુધી કોઈ સહમતિ ના બની છે. પરંતુ હવે બન્ને દેશોના સૈન્ય કમાન્ડર દેપસાંગ-પ્લેન્સમાં બન્ને દેશોની સેનાના જમાવડાને ઘટાડવાને લઈને બેઠક યોજી છે. ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે એલએસી પર ભારત અને ચીનની સેના વચ્ચે મેજર જનરલ લેવલની મંત્રણા યોજવામાં આવી.

(File Pic)

આ પહેલા કમાન્ડર લેવલની મંત્રણામાં કોઇ ઉકેલ આવ્યો ન હતો. જ્યારબાદ તણાવ વધી ગયો હતો. સૈન્ય સૂત્રો પ્રમાણે આ વાતચીત દોલત બેગ ઓલ્ડી વિસ્તારમાં યોજાઈ હતી. જેમાં ભારત અને ચીનના સૈન્ય પ્રતિનિધિ દ્વારા એલએસી પર દેપસાંગ વિસ્તારમાંથી સૈનિકોને હટાવવા અંગે ચર્ચા થઇ. ભારત તરફથી થર્ડ માઉન્ટેઇન ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ અભિજીત બાપટે મંત્રણાની આગેવાની કરી.

(File Pic)

દેપસાંગમાં આશરે 15 હજાર ચીની સૈનિકોનો જમાવડો છે. ભારતીય સેનાની દેપસાંગના મેદાની વિસ્તારોમાં સારી એવી પકક્ડ છે. જ્યારે ચીનની સેના પોતાના પૂર્વ છેડા તરફ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ વાતચીતમાં દેપસાંગ વિસ્તારમાં તણાવ ઘટાડવા અને વિવાદિત સરહદથી દૂર ખસવા અંગે ચર્ચા કરાઇ છે.મહત્વનું છે કે, ચીની સૈનિકોની તૈનાતી બાદ ભારતે પણ મોટી સંખ્યામાં જવાનો અને ટેંકો તૈનાત કરી છે. પોતાના વાયદા છતાં ચીનની સેના આ વિસ્તારમાંથી પાછળ હટી રહી નથી..જેના કારણે ભારતે પણ આ વિસ્તારમાં સૈનિકોની તૈનાતી વધારી હતી.

Share This Article