સ્કૂલ શરુ કરવાને લઈને કેન્દ્ર લઈ શકે છે નિર્ણય

admin
1 Min Read

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલો ક્યારે ખુલશે તે મનમાં એક સવાલ સતાવી રહ્યો છે. જેને લઇ હવે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા શાળા શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

(File Pic)

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર એક સપ્ટેમ્બરથી 14 નવેમ્બર વચ્ચે તબક્કાવાર શાળા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જો કે શાળા શરૂ કરવાનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવશે. શરૂઆતમાં હાયર સેકન્ડરી અને કોલેજ શરૂ થશે. પ્રથમ તબક્કામાં ધોરણ-10થી 12ના વર્ગ શરૂ થશે. ત્યારબાદ ધોરણ-6થી 9ના વર્ગ શરૂ કરાશે. શાળાઓ સિફ્ટમાં શરૂ કરવાની કેન્દ્ર સરકારની વિચારણા છે. અને એક સમયમાં જ શાળામાં 33 ટકા વિદ્યાર્થીઓ હશે. અને વર્ગમાં વિદ્યાર્થીઓને અલગ-અલગ દિવસે બોલાવાનો વિકલ્પ પણ છે. જો કે પ્રાથમિક શાળા શરૂ કરવામાં કોઇ ઉતાવળ નહીં કરાય.

(File Pic)

મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં ભારતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઓગસ્ટ મહિનાના પહેલા 6 દિવસમાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અને આ સંખ્યા અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ છે અને ઓગસ્ટ મહિનામાં કોરોનાથી મૃત્યુના મામલે પણ ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.

Share This Article