યુવક કુદી ગયો સિંહના પાંજરામાં, દિલ્હીના ઝૂનો એક ભયાનક વીડિયો સામે આવ્યો

admin
2 Min Read

દિલ્હીના ઝૂનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં માનસિક રીતે અસ્થિર યુવક સિંહના પાંજરામાં પહોંચી ગયો હતો. જે બાદ આ યુવક સિંહ જોડે વાતો કરવા લાગ્યો હતો. જોકે સિંહ યુવકના ખભા પર ચડી ગયો અને જ્યાં તેવું લાગ્યું કે કદાચ આ યુવક જીવતો નહીં બચે ત્યાં જ યુવક ઊભો થઇ જાય છે અને સિંહ તેને છોડી દે છે. જો કે યુવકને સિંહના પિંજરામાં આ રીતે સ્ટંટ કરતો જોઇને હાજર લોકોએ બૂમાબૂમ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ પ્રાણીસંગ્રહાલયમાં હાજર એક શખ્સે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. આ અંગે પ્રાણીસંગ્રહાલયના સ્ટાફે અન્ય લોકોની મદદથી યુવકને જીવતો બહાર કાઢી લીધો હતો.  જો કે આ સાથે તે સવાલ પણ ઊભો થાય છે કે પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષા વ્યવસ્થાના આ ઘટના થઇ ત્યારે શું કરતી હતી? અને કેવી રીતે આ યુવક અંદર સુધી પહોંચી ગયો. ઉલ્લેખનીય છે કે આ કોઇ પહેલી ઘટના નથી જ્યારે માનસિક રીતે અસ્થિર લોકો જંગલી પ્રાણીઓની પાંજરા સુધી પહોંચી જાય. આ પહેલા બેંગ્લુરુ, હૈદરાબાદ અને દિલ્હીમાં પણ કેટલાક લોકો આજ રીતે પ્રાણીસંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓના પાંજરામાં પહોંચી પોતાના પ્રાણને મુશ્કેલીમાં નાંખી ચૂક્યા છે. આ પહેલા દિલ્હીમાં જ એક સફેદ વાઘના વાડામાં યુવક પહોંચી જતા વાઘે યુવકને ફાડી ખાધો હતો. જો કે ગુરુવારની ઘટનામાં યુવકના નસીબ સારા હતા કે સિંહે યુવકને જીવતો પાંજરામાંથી બહાર આવવા દીધો હતો.

Share This Article