નાસાએ તૈયાર કર્યો નવો સ્પેસ સૂટ, 2024માં ચંદ્રમિશનમાં થશે ઉપયોગ

admin
1 Min Read
The two NASA spacesuit ​prototypes for lunar exploration, one for launch and re-entry aboard the agency's Orion spacecraft, known as the Orion Crew Survival Suit, is worn by Dustin Gohmert, right, and one for exploring the surface of the Moon's South Pole, known as the Exploration Extravehicular Mobility Unit (xEMU) is worn by Kristine Dans on Tuesday, Oct. 15, 2019, at NASA Headquarters in Washington. (AP Photo/Kevin Wolf)

અમેરીકાની અંતરીક્ષ એજન્સી નાસાએ અંતરીક્ષ યાત્રિઓ માટે આગામી પેઢીના સ્પેસ સુટ રજુ કર્યા છે. આ સુટનો ઉપયોગ પ્રથમ વખત વર્ષ 2024માં ચંદ્રમાં પર જનાર મિશનમાં કરવામાં આવશે.  નાસા તરફથી મહિલા અને પુરુષો બન્ને માટે સૂટની પ્રતિકૃતિ શેર કરવમાં આવી છે. નાસા નાસાના પ્રશાસક જિમ બ્રિડેનસ્ટાઈને મહિલા અને પુરુષના બે સ્પેસસૂટ મોડલ રજૂ કર્યા. આ સૂટ લાલ, સફેદ અને વાદળી રંગમાં છે. જે અંતરિક્ષ યાત્રીઓને નુકસાનદાયક કિરણો અને વધુ તાપમાનથી બચાવશે. આ સ્પેસ સુટ અંતરિક્ષયાત્રીઓને ચંદ્રની ધરતી પર માઇનસ 250 ડિગ્રી તાપમાનમાં પણ સાથ આપશે. નાસાનાં જણાવ્યાં મુજબ લાલ, સફેદ અને વાદળી રંગનો આ સૂટ પ્રેશર વસ્ત્રો અને જીવનદાયી બેકપેકથી બનાવવામાં આવ્યો છે અને તે અવકાશયાત્રીઓને રેડિયેશન, અત્યાધિક તાપમાન અને માઇક્રોમીટરોયોરિડ્સથી સુરક્ષિત કરશે. જણાવી દઈએ કે,નાસા વર્ષ 2024 સુધી ચંદ્રમાં પર જતાં પોતાના અભિયાનમાં પ્રથમ વાર મહિલા અંતરિક્ષ યાત્રીને પણ મોકવલાની યોજના બનાવી રહ્યું છે. જ્યારે 2030માં મંગળ પર વ્યક્તિને મોકલવાની યોજના બનાવી છે.

 

Share This Article