ધર્મ પરિવર્તનને લઈને માયાવતીનું નિવેદન

admin
1 Min Read

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે તે બાદ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીઓ જનતા દરબારમાં જઈ વોટ માંગી રહી છે ત્યારે બી.એસ,પી ના અધ્યક્ષ માયાવતી પણ મેદાનમાં ઉતર્યા છે તેમણે નાગપુરની એક જનસભાને સંબોધતા તેમણે બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા જણાવ્યું હતું કે, હું પણ બાબા સાહેબ આંબેડકરની જેમ બૌધ ધર્મનો અંગિકાર કરી લઈશ, બસ તેના માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છું. તેણે વધુમાં જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન ત્યારે જ શક્ય બનશે જ્યારે બાબાસાહેબના અનુયાયી રાજકીય ક્ષેત્રે તેમના બતાવેલા માર્ગે ચાલશે. મહત્વનું છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર બીજેપી અને શિવસેના જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને એનસીપી ગઢબંધનમાં ચૂંટણી લડશે

 

Share This Article