જામનગરમાં પોલીસ કર્મચારીઓ માટે ભોજનની વ્યવસ્થા, પટેલ પરિવાર દ્વારા સુંદર કાર્ય

admin
1 Min Read

સમગ્ર દેશ દુનિયામાં કોરોના સંક્રમણની મહામારીહાહાકાર મચાવી દિધો છે.  તો જામનગર જીલ્લાના જોડિયામાં ૨૪ કલાક સતત પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મચારીને ભોજન અને ચા પાણીની સેવા કરતાં દશ્યો જોવા મળ્યા હતા. સાથો સાથ બીમારીઓને કારણે દાખલ થયેલા દર્દીઓને પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

મહત્વનું છે કે, કોરોના સંક્રમણની મહામારીના કારણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્ધારા સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.  આ લોકડાઉનની પરિસ્થિતિમાં ૨૪ કલાક પોતાના પરીવારની ચિંતા કર્યા વગર સતત જનતાની સેવા કરવા ખડેપગેમા ફરજ બજાવતા કર્મચારી માટે જોડિયા ગામના પટેલ પરિવાર દ્વારા ભોજનની અને ચા પાણીની સેવા આપી રહ્યા છે. જેમાં પોલીસ,  હોમગાર્ડ,  ગ્રામ રક્ષકદળના જવાનો તેમજ આરોગ્ય કર્મચારી દિવસ રાત પોતાના ઘર પરિવારના સભ્યોને છોડીને પોતાની ફરજ ઉમદા પ્રકારની બજાવે છે.  તેવા સરકારી કર્મચારીઓની વ્હારે આવતા પટેલ પરિવાર દ્વારા ભોજનની અને ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

Share This Article