ગામડાઓમાં સેનેટાઈજ થવાના મશીનો મુકવામાં આવ્યા

admin
1 Min Read

શહેરો બાદ હવે ગીરના ગામડાઓમાં પણ સેનેટાઈજ થવાના મશીનો મુકવામાં આવ્યા છે. તેમજ ખાંભા ગીરના મોટા બારમણ ગામમાં ગ્રામ્ય પંચાયત દ્વારા વાડી ખેતરોમાંથી આવતા ખેડૂતો ખેત મજૂરો માટે સેનેટાઈજર મશીન મુકાયું છે. ગામમાં પ્રવેશ કરતા પહેલા સેનેટાઈજર મશીનમાં પ્રવેશ બાદ જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. તેમજ શહેરો બાદ હવે ગીર કાંઠાના ગામોમાં પણ સેનેટાઈજર મશીનો મુકવામાં આવતા સ્થાનિકોમાં રાહત જોવા મળી રહ્યો છે. તેમજ કોરોના સંક્રમણને લઈ ગ્રામ્ય વિસ્તારોનાં લોકોમાં ખૂબ જાગૃતિ આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ ઝડપથી તેનું સ્વરૂપ (મ્યૂટેટ) અને સંક્રમણ કરવાની રીત પણ બદલી રહ્યો છે. દુનિયાભરમાં કેસ વધવાની સાથે સંક્રમણનાં કારણો પર પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે, વાઈરસ શરીરના દરેક હિસ્સામાં લોહી પહોંચડાતી રક્તવાહિનીઓ પર હુમલો કરી રહ્યો છે. આ દાવો સ્વિટ્ઝર્લેન્ડની ઝ્યુરિક યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. લાન્સેટનામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, તે  રક્તવાહિનીઓને સંક્રમિત કરીને શરીરના કોઈપણ ભાગમાં પહોંચી શકે છે અને આ રીતે તે જીવલેણ બની શકે છે.

Share This Article