સુરત કલેકટર ઓફીસ ખાતે યોજાઈ બેઠક

admin
1 Min Read

સુરત કલેકટર ઓફિસ ખાતે મહા વાવાઝોડાને લઈને બેઠક મળી હતી.  જેમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તૈયારી બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર,  સુરત મનપાના તમામ ઝોનના વડા,  ફાયર વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રાખવામાં આવ્યાં હતાં. મહા વાવાઝોડાને લઈને મજૂરાના 4 ગામ,  ચોર્યાસીના 6  ગામ અને ઓલપાડના 60  ગામને એલર્ટ કરાયા છે.  જેમાં મજૂરાના 250,  ચોર્યાસીના 340  અને ઓલપાડના 8240  વ્યક્તિઓ અસરગ્રસ્ત થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.  વાવાઝોડાની અસરથી બચવા દરિયા કિનારે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. 36  જેટલા આશ્રયસ્થાનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી લોકોને સ્થળાંતરિત કરીને ત્યાં આશ્રય આપી શકાય.

Share This Article