નેત્રંગ તાલુકામાં દિવાળી બાદ પણ મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેધરાજાની ધમાકેદાર બેટિંગના કારણે ચારેય દિશામાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી જવા પામી હતી અને ખેડુતોએ પણ ખેતર ખેડી સોયાબીન-કપાસના પાકનું વાવેતર કર્યું હતું. ઓક્ટોબર માસના નવરાત્રીના તહેવાર સુધી મેધરાજા મુશળધાર વરસી રહ્યા હતા. ત્યારબાદ શ્રાદ્ધ પક્ષમાં મેધરાજા વિદાય લેશે તેવું લાગી રહ્યું હતુ, પરંતુ શ્રાદ્ધ પક્ષ પછી એટલે કે દિવાળી બાદ પણ નેત્રંગ તાલુકામાં મેઘરાજાની બેટિંગ યથાવત જણાઇ રહી છે. વાદળછાયા વાતાવરણની સાથે સતત પડી રહેલા વરસાદના ખેતીમાં કપાસ-સોયાબીનમાં ભારે નુકસાન થતું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં મુખ્યત્વે ખેતરમાં ઉભા સોયાબીનના પાકને ખેડૂતો હાડૅ વેસ્ટરથી કાઢવામાં વ્યસ્ત છે, પરંતુ વરસાદી પાણીના કારણે સોયાબીનના પાકને ખેડૂતો તાડપત્રીથી ધાકવા મજબુર બન્યા છે, બજારમાં સોયાનના ભાવ પ્રતિ ક્વિન્ટલના રૂ.૩૩૦૦ થી ઉપર હોવાથી ખુશીમાં જણાઇ રહી છે. જ્યારે કપાસના પાક વરસાદી પાણીથી કોહવાઇ ગયા અને લાલ રંગના થઇ ગયા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
