મહેસાણા : ખેરાલુ પેટાચુંટણી મામલો

admin
1 Min Read

ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ, બાયડ સહિત અમદાવાદની અમરાઈવાડી અને મહિસાગરની લુણાવાડા બેઠક  પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયુ હતું. જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયુ હતું. ખેરાલુ વિધાનસભા પેટાચુંટણીમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતું. વહેલી સવારથી જ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પર્વનો ભાગ બન્યાહતા. તો ખેરાલુની કુમાર શાળા નંબર 1માં બેટરી લો થતા ઈવીએમ મશીન ખોટવાયુ હતું જેથી એક કલાક સુધી વોટિંગ પણ બંધ રહ્યુ હતું. જેના કારણે બુથ 178નો એક કલાક સમય વધારાયો હતો. પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થયુ હતું, જોકે બપોર બાદ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.  ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોર પણ વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા.  મહત્વનું છે કે,  24 ઓક્ટોબરના રોજ આ પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

 

Share This Article