મહેસાણા દૂધ સાગર ડેરીએ શતાબ્દી મહોત્સવ યોજાયો

admin
1 Min Read

મહેસાણા દૂધ સાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈ પટેલનો 101 જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એક ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા દૂધ સાગર ડેરી ખાતે યોજાયેલ આ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં ડેરીના ચેરમેન આશાબેન, મોંઘજીભાઈ, વિપુલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોલ પણ ઉપસ્થિત રહ્યા હતા.ડેરીના સ્થાપક માનસિંહ પટેલના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. આ શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં પશુપાલકો સહિત ડેરીના કર્મચારી હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, મહેસાણા દૂધ સાગર ડેરીએ હાલમાં જ દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ 25 રૂપિયાનો વધારો કર્યો હતો, જેથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દૂધસાગર ડેરી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે જિલ્લામાં પશુપાલન પર ગુજરાન ચલાવતા લોકોને મોટા પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે અને પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

Share This Article