મહેસાણાની અંજલિએ જીત્યો ગોલ્ડ ,વેઇટલિફ્ટિંગમાં 40 કિ.ગ્રા.ની સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ

admin
1 Min Read

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ રમતોમાં શાળાના બાળકો આગળ આવે તે માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ મહેસાણા જિલ્લા એ વેઇટલિફ્ટિંગના દંગલમાં ભાગ લઈને આ વર્ષે પણ રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રાજ્યકક્ષાની અન્ડર 17 ગર્લ્સ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં મહેસાણાના ગોઝારિયા તાલુકાની ખેડૂત પુત્રી અંજલિ દિનેશજી ઠાકોરે 40 કિ.ગ્રા.ની કેટેગરીમાં 22 સ્નેચ અને 25 જર્ક મારી રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.  ગોજારિયા ગામની ખડતલ ખેલાડીએ યોગ્ય પ્રશિક્ષણ સાથે પોતાનું આગવું સ્થાન મેળવીને ગોલ્ડ હાંસલ કર્યો છે.

અંજલિએ પોતાની આ સફળતાનો શ્રેય ગામની એમ.કે.પટેલ હાઇસ્કૂલના વ્યાયામ શિક્ષક અને પોતાના માતા-પિતાને આપ્યો છે. શાળાના વ્યાયામ શિક્ષકે બાળકોને એવા તૈયાર કર્યા છે કે જેમાં 20 વર્ષમાં 100 જેટલા છોકરા-છોકરીઓએ રાજ્ય તેમજ રાષ્ટ્રીયકક્ષા સુધી પોતાની નામના મેળવી છે.

Share This Article