મેલેનિયા ટ્રમ્પે દિલ્હીની સરકારી શાળાની લીધી મુલાકાત, બાળકોએ હાર પહેરાવી અને ચાંદલો કરીને મેનેલિયાનું સ્વાગત કર્યું

admin
1 Min Read

દિલ્હી સરકારની શાળાઓમાં ચાલી રહેલા હેપ્પીનેસ ક્લાસને નિહાળવા માટે અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ મોતીબાગની સરકારી શાળામાં પહોંચ્યા હતાં.

મેલેનિયા ટ્રમ્પના આગમન સાથે જ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ તેમને તિલક લગાવી તેમજ આરતી ઉતારી ભાવભર્યું સ્વાગત કર્યું. જે બાદ મેલેનિયા ટ્રમ્પ ક્લાસમાં પહોંચ્યા અને તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

સરકારી શાળાની મુલાકાતના કાર્યક્રમમાં મેલેનિયા ટ્રમ્પ એકલા જ પહોંચ્યા હતા. મેલેનિયા ટ્રમ્પે શાળામાં ઉપસ્થિત શિક્ષકો પાસેથી હેપ્પીનેસ ક્લાસ વિશે પણ માહિતી મેળવી.બીજી તરફ અમેરિકાના ફર્સ્ટ લેડી સાથે વાતચીત કરવા બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો.

મેલેનિયાના આગમનને લઇને શાળાને વિશેષરૂપે શણગારવામાં આવી. મેલેનિયા ટ્રમ્પે અંદાજે 45 મિનિટ સુધી શાળામાં સમય વીતાવ્યો.

તેમણે અહીં જોયું કે કેજરીવાલ સરકારના આ હેપ્પીનેસ ક્લાસ કેવી રીતે બાળકોને ટેન્શન ફ્રી રાખીને અભ્યાસને રસપ્રદ બનાવીને તેમની સામે રજૂ કરે છે. નોંધનયી છે કે દિલ્હીની સરકારી શાળાઓમાં દરરોજ 45 મિનિટનો હેપ્પીનેસ ક્લાસ હોય છે.

જેમાં નર્સરીથી માંડીને આઠમા ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરતા હોય છે. ક્લાસની શરૂઆતમાં બાશકોને મેડીટેશન કરાવવામાં આવે છે. જેમાં કોઈ ધાર્મિક કાર્યકરવાનું નથી હોતું પરંતુ બાળકોને ફક્ત પોતાના શ્વાસોશ્વાસ પર જ ધ્યાન રાખવાનું હોય છે. આ એક જૂની પદ્ધતિ છે.

Share This Article