ગુજરાત રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ, નાણામંત્રી નીતિન પટેલે 8મી વાર રજૂ કર્યું બજેટ

admin
2 Min Read

ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે સદનમાં આઠમી વાર બજેટ રજૂ કર્યું હતું. આ વખતે બજેટનું કુલ કદ 2,17,287 કરોડ રૂપિયા છે. 605 કરોડ રૂપિયાની પુરાંત વાળું આ બજેટ છે.

આ વખતના બજેટમાં ખાસ રીતે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, જળ વ્યવસ્થાપન, ગ્રામ્ય અને શહેરી વિકાસ, સામાજિક વિકાસ જેવા ક્ષેત્રો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના મહત્તમ ઉપયોગ અને પર્યાવરણની જાળવણીને પણ વિશેષ રીતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

બજેટ રજૂ કરતા નીતિન પટેલ જણાવ્યું હતું કે રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના ધ્યેય સાથે અમે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, જળ વ્યવસ્થાપન, ગ્રામ અને શહેરી વિકાસ, સામાજિક વિકાસ જેવા ક્ષેત્રો પર ખાસ ભાર મૂક્યો છે. આ સાથે સાથે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના મહત્તમ ઉપયોગ અને પર્યાવરણની જાળવણીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

પ્રથમ તબક્કામાં 5 હજાર ખેડૂતોને લાભ આપવાનો લક્ષ્યાંક રખાયો છે. આ યોજના માટે બજેટમાં ૩૦ કરોડની જોગવાઈ કરાઇ છે. ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે ધીરાણ માટે 1 હજાર કરોડની જોગવાઇ કરાઇ છે. પાક વીમાનુ પ્રિમિયમ ભરવા માટે 1190 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ અને વિવિધ પ્રોજેક્ટો માટે 300 કરોડ રૂપિયાની જોગવાઇ.સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના. 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે. શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં 7000 વર્ગખંડોનું બાંધકામ થશે. 7000 વર્ગખંડો માટે 650 કરોડની જોગવાઇ કરાઇ છે. તેમજ પવિત્ર યાત્રાધામ માટે 147 કરોડની જોગવાઇ કરાઇ છે. જ્યારે સોમનાથ અને દ્વારિકાની એક જ દિવસમાં મુલાકાત લઈ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા માટે 1 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

Share This Article