પંચમહાલ-શહેરા તાલુકામાં MGVCLની ટીમે 76 વીજચોરને ઝડપ્યા

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જીલ્લામાં ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં વિજ લોડ વધવાની અનેક ફરિયાદો આવતી હોય છે. જોકે આ દરમિયાનઅનેક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ થતાં વીજ કચેરી દ્વારા ઓચિંત ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં શહેરાતાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વીજ કંપની દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવતાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.દરમિયાન વિવિધ ટૂકડીઓ બનાવીને ગામડાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં 76 જેટલા વીજ ચોરો ઝડપાઇ ગયા હતાં.

MGVCL team caught 76 power thieves in Panchmahal-Shehra taluka

વીજ કંપની દ્વારા આવા વીજ ચોરોને અંદાજિત 8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરા તાલુકાનાઅંતરિયાળ વિસ્તારમાં વીજ ચોરી થઈ રહી હોવાની બાતમી MGVCL કંપનીના અધિકારીઓ મળી હતી. જેના આધારેગુરૂવારની વહેલી સવારથી MGVCLના અધિકારી, પોલીસ તથા સીક્યુરીટના માણસો સાથે ટીમ બનાવી ધાંધલપુર, સરાડીયા,ખોજલવાસા,માતરીયા વ્યાસ, મંગલીયાણા, પાદરડી, સુરેલી, ભેંસાલ સહીત જેવા ગામોમાં રેડ કરવામાં આવી હતી. જેમાંથી76 જેટલા વીજ ચોરો રંગેહાથ વીજ ચોરી કરતા પકડાયા હતા. અને તેઓ સામે અંદાજીત 8લાખ જેટલો દંડ ફાટકરવામાં આવ્યો હતો. વીજ કંપનીના ઓચિંતા દરોડાથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

Share This Article