દેવગઢ બારીયામાંથી ઝડપાયો લાખોનો દારુ

admin
1 Min Read

દાહોદના બારીયા તાલુકાના સાગારામા ગામમા બે જગ્યાએ વિજિલન્સની ટીમે દરોડા પાડી લાખો રુપિયાનો દારુ ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ,  દેવગઢ બારીયાના સાગરામા ગામમાં રમેશ અમરસીંગ કોળીને ત્યાંથી દેશી અને વિદેશી દારુની મળીને કુલ 241 નંગ બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત 34 હજારથી વધુ થવા પામે છે. જ્યારે સાગરામા ગામના સડકવાલા ફળિયામાં રહેતા સુરેખાબેન બાબુભાઈના ત્યાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી કુલ 693 નંગ દારુની બોટલ ઝડપી પાડી હતી. જ્યારે ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સ્ટેટ વિજિલન્સની ટીમે કુલ 934 નંગ દારુની બોટલ એટલે કે 1 લાખ 8 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. મહત્વનું છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાઈ રહ્યો છે તે નિવેદન બાદથી રાજ્યમાં રાજકારણ ગરમાયુ છે અને ગહેલોતના આ નિવેદન બાદથી રાજ્યમાં અત્યાર સુધી લાખો રુપિયાનો દારુ પણ પકડાયો છે.

 

Share This Article