જૂનાગઢમાં ગાંધી ચોકથી આણંદપુર સુધીની પદયાત્રા

admin
1 Min Read

દેશભરમાં વિશ્વ વિભૂતિ અને મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે. જે અન્વયે જૂનાગઢમાં ગાંધી ચોક થી આણંદપુર સુધીની પદયાત્રા યોજાઇ હતી. આ પદયાત્રામાં શિપિંગ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા,સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, શ્રીકિરીટભાઈ પટેલ સહિતના જોડાયા હતા.પદયાત્રા દરમિયાન ડુંગરપુર ખાતે શાળામાં  વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તથા ગાંધીજીના જીવન કવન અને સત્યાગ્રહ ચળવળ અને મહત્વના પ્રસંગો પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

આ તકે જળ બચાવો અને પ્લાસ્ટિક મુક્ત ભારતના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.નોંધનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીની ૧૫૦મી જન્મજંયતિ અતર્ગત પદયાત્રા અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે. જેમાં જૂનાગઢના ગાંધીચોક ખાતે થી પદયાત્રાનું પ્રસ્થાન કરાયું હતુ. જે શહેરના ૧૧ સ્થળોએ  ક્ષારોપણ,સીંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાનના કાર્યક્રમો યોજાયા હતા. તો ઉલ્લેખનીય છે કે, આજની પેઢી ગાંધીજીના જીવન, સિદ્ધાંતો, વિચારોને અનુસરે અને આત્મસાત કરે એ માટે  વિવિધ કાર્યોક્રમો યાજાઈ રહયા છે. આ તકે પદયાત્રામાં દિનેશભાઈ ખટારીયા, દીપકભાઈ, રમેશભાઈ, નિલેશભાઈ સહિતના અગ્રણીઓ, યુવાનો અને નગરજનો જોડાયા હતા.

Share This Article