મિશન મંગલની પહેલા દિવસની કમાણી 29.16 કરોડ

admin
1 Min Read

જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી તે અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલે પહેલા જ દિવસે જોરદાર ઉડાન ભરી છે. ફિલ્મે પહેલા દિવસે 29.16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ મિશન મંગલ અક્ષય કુમારની સૌથી વધુ કમાણી કરતી ઓપનીંગ ફિલ્મ બની ગઇ છે. ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા, કીર્તિ કુલહરી, નિથ્યા મેનને મહત્વની ભૂમિકા ભજવી છે. આપને જણાવી દઈએ કે, અક્ષય કુમારની ‘રુસ્તમ’ ફિલ્મની પહેલા દિવસની કમાણી 14.11 કરોડ રૂપિયા હતી. તો ફિલ્મ ‘ગોલ્ડ’ ની 25.25 કરોડ રૂપિયા અને આ લિસ્ટમાં ‘મિશન મંગલ’ ટોપ પર છે. આપને જણાવી દઈએ કે, અક્ષયની ફિલ્મ મિશન મંગલમાં ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા કઈ રીતે વિપરિત પરીસ્થિતિઓમાં પણ મંગળ ગ્રહ પર મંગળયાન મોકલવામાં આવ્યું તે દર્શાવવામાં આવ્યું છે. માત્ર આશરે 450 કરોડના ખર્ચે કઈ રીતે પહેલી જ વારમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ ઈતિહાસ રચ્યો તેની સ્ટોરી દર્શાવાઈ છે.

Share This Article