મિશન મંગલનું નવું ગીત શાબાશિયાં થયું રિલીઝ

admin
1 Min Read

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થવા જઈ રહી છે. બે ટ્રેલર અને ગીત બાદ ફિલ્મનું વધુ એક ગીત શાબાશિયાં રિલીઝ થઈ ગયું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ યૂ-ટ્યૂબ પર હિટ થઈ ગયું છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.ગીતમાં અક્ષય કુમાર પોતાની મહિલા વૈજ્ઞાનિકોની ટીમ સાથે જોવા મળી રહ્યો છે અને ગીતમાં તેમના મિશનની પૂરી જર્નીની સફળતા વિશે જણાવવામાં આવ્યું છે. ગીતને અમિત ત્રિવેદીએ કંપોઝ કર્યું છે અને અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે. શિલ્પા રાવ, આનંદ ભાસ્કર અને અભિજીત શ્રીવાસ્તવે ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. મંગળવારે રીલિઝ થયેલા આ ગીતને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વાર જોવામાં આવી ચુક્યું છે. અને હજારો લોકોએ તેને પસંદ કર્યું છે. હાલ અક્ષય કુમાર અને તેની ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.મિશન મંગલ, દેશના પહેલા મંગલયાનના લૉન્ચની કહાની છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વૈજ્ઞાનિકોએ તમામ અંગત મુશ્કેલીઓની સામે લડતા લડતા મંગલયાન જેવા મહત્વાકાંક્ષી મિશનને પૂર્ણ કર્યું.આ ફિલ્મમાં અક્ષય મિશનના હેડ સાઈંટિસ્ટના રોલમાં નજર આવશે.

Share This Article