ચીન પર મોદી સરકારની બીજી ડિઝિટલ સ્ટ્રાઈક, વધુ 47 એપ્લિકેશન પર પ્રતિબંધ

admin
1 Min Read

59 ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યા બાદ ભારત સરકારે વધુ 47 એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે જ ભારતે ચીન પર બીજી ડિઝિટલ સ્ટ્રાઈક કરી છે. આ તમામ 47 એપ્લિકેશન અગાઉ પ્રતિબંધિત એપ્લિકેશનોની ક્લોન્સ છે. મળતી માહિતી મુજબ, ભારતે એકવાર ફરી ચીનને મોટો ઝાટકો આપતા વધુ 47 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

(File Pic)

વાસ્તવમાં આ એપ્સ પહેલા પ્રતિબંધ કરાયેલ એપ્સના ક્લોન એપ તરીકે કામ કરી રહી હતી. સરકારે આ પહેલા 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંદ લગાવ્યો છે. જેમાં ટિક્ટોક, યુસી બ્રાઉઝર, વી ચેટ, સહીત ઘણી પ્રચલિત એપ પણ સામેલ હતી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ 275 જેટલી એવી ચીની એપ્સ છે જેમની નેશનલ સિક્યોરિટી વાયોલેશનને લઈને તપાસ કરવામાં આવી શકે છે. આ એપ્લિકેશનનું લિસ્ટ બની રહ્યું છે. જેના પર પ્રતિબંધ મુકવામાં આવી શે છે.

(File Pic)

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાઇનીઝ એપ્લિકેશન્સની નવી યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમાં કેટલાક ટોચના ગેમિંગ એપ્લિકેશન સામેલ છે. મહત્વનું છે કે, સરકારે ચીની કંપનીઓને કડક શબ્દોમાં કહ્યું કે જો પ્રતિબંધિત સૂચીમાં સામેલ કોઈ પણ એપને ભારતમાં ઉપયોગ કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે, તો તેને સરકારી આદેશોના ભંગ તરીકે જોવામાં આવશે અને સંબંધિત કંપની પર કાર્યવાહી કરાશે.

Share This Article