વધુ એક મોટી વિમાન દુર્ઘટના ટળી, વિમાન સાથે અથડાયું પક્ષી

admin
1 Min Read

દેશમાં વધુ એક મોટી વિમાન દુર્ઘટના થતા થતા રહી ગઈ છે. રાંચીથી મુંબઈ જઈ રહેલું એર એશિયા વિમાન આઈ 5632 સાથે ટેકઓફ દરમિયાન એક પક્ષી ટકરાઈ ગયું. આ બર્ડ હિટની ઘટનામાં તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવને લઈ વિમાનમાં સવાર તમામ યાત્રિકોના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા.

(File Pic)

મળતી માહિતી મુજબ, મુંબઇથી રાંચી માટે રવાના થઇ રહેલા એર એશિયાની ફ્લાઇટના વિમાન સાથે એક પક્ષી ટકરાયું હતું. એરલાઇન્સના પ્રવક્તાએ સૂચના આપતાં કહ્યું કે વિમાનને ઉડાન ભરતાં પહેલાં રોકવામાં આવ્યું હતું. તમામ યાત્રિકો સુરક્ષિત છે.

 

(File Pic)

મહત્વનું છે કે, આ ઘટના એવા સમયે સર્જાઈ છે જ્યારે કેરળના કોઝિકોડમાં એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન દુર્ઘટનાનો શિકાર થયુ. જેમાં પાયલટ સહિત ઓછામાં ઓછા 18 મુસાફરોના મોત નિપજ્યા હતા. દુબઈથી આવી રહેલ આ વિમાન રન વે પર પસાર થતા લપસીને ખીણમાં ખાબક્યુ હતુ, જે ઘટનામાં તેના બે ટુકડા થઈ ગયા. તેવામાં 24 કલાકની અંદર વધુ એક વિમાન દુર્ઘટના થતા થતા ટળી ગઈ છે.

Share This Article