જુનીધરી ગામે મચ્છરોનો ઉપદ્રવ

admin
1 Min Read

ગોધરા તાલુકાના જુનીધરી ગામે રોહિત ફળિયામાં અતિશય ગંદકીનું સામ્રાજય જોવા મળી રહયું છે. અને ફળિયામાં રહેતા લોકોએ અનેકવાર જુનીધરી ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગામના લોકોની કોઈ પણ રજૂઆતને પંચાયત દ્વારા ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ ઉપરાંત લોકો દ્વારા રસ્તા ની બાજુમાં ઉકરડા કરીને ગંદકી કરવામાં આવી રહી છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તેથી જુનીધરી ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જો પંચાયત દ્વારા ગંદકી દૂર કરવામાં નહીં આવે તો મોટો રોગચાળો ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે. તેથી ગ્રામ પંચાયત જુનીધરીના સરપંચ અને સભ્યો દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરી રસ્તા પરની ગંદકી ઉકરડા દુર કરી નવો આર સી સી રોડ બનાવવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે.

Share This Article