ફિલ્મ ‘નમૂને’માં જોવા મળશે મૃણાલ ઠાકુર

admin
1 Min Read

ઓફ માય ગોડ’ અને ‘102 નોટ આઉટ’ ફેમ ઉમેશ શુક્લા ગુજરાતી ડિરેક્ટર તેની આગામી ફિલ્મ સાથે ફરી ડિરેક્શનમાં ઝંપલાવા તૈયાર છે. તેમની આગામી ફિલ્મ સિચ્યુએશનલ કોમેડી છે જેનું નામ ‘નમૂને’ છે. આ ફિલ્મમાં ‘મર્દ કો દર્દ નહીં હોતા’થી ડેબ્યુ કરનાર અભિમન્યુ દસાણી અને ‘સુપર 30’ ફેમ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં પરેશ રાવલ અને અર્શદ વારસી પણ સામેલ છે…….સૂત્રોના જણાવ્યા મુજબ ‘નમૂને’ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે. ટીમ ફિલ્મને ભારતમાં અને વિદેશમાં શૂટ કરશે. ‘નમૂને’ ફિલ્મને ‘સોની પિક્ચર્સ એન્ટરટેઇન્મેન્ટ’ પ્રોડ્યૂસ કરવાનું છે……અભિમન્યુ આ સિવાય ડિરેક્ટર સબ્બીર ખાનની ફિલ્મ ‘નિક્કમા’માં પણ જોવા મળવાનો છે. જ્યારે મૃણાલ ઠાકુર 15 ઓગસ્ટે રિલીઝ થનારી જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘બાટલા હાઉસ’માં જોવા મળશે.

Share This Article