આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એમએસ ધોનીની નિવૃત્તિ

admin
1 Min Read

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધોનીની આ જાહેરાત બાદ હવે તે ભારતીય ક્રિકેટ ટીમ માટે મેદાનમાં રમતા નહીં જોવા મળે. જોકે એમએસ ધોની આઈપીએલ રમતા રહેશે.

(File Pic)

એવામાં તેમના પ્રશંસકો આઈપીએલમાં ધોનીને રમતા જોવા માટે ઉત્સાહિત છે. મળતી માહિતી મુજબ, 39 વર્ષીય મહેન્દ્રસિંહ ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલાથી જ સંન્યાસ લેવાની જાહેરાત કરી ચુક્યા હતા. જોકે, વન-ડે અને ટી-20માં તેઓ અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા જોવા મળી રહ્યા હતા.

(File Pic)

ત્યારે દેશના 74માં સ્વાતંત્રતા દિવસ પર ધોનીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધોનીની આ જાહેરાતથી તેમના કરોડો ચાહકો નિરાશ પણ છે કારણકે તેઓ હજી પણ ધોનીને મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમતા જોવા માંગતા હતા. જોકે, 39 વર્ષીય ક્રિકેટર આઈપીએલની મેચમાં રમતા નજરે પડશે. આપને જણાવી દઈએ કે, ધોની ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી ચુક્યા છે. સાથે જ ધોનીના નામે ઘણી સિદ્ધિઓ પણ છે. ધોની છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી પણ દૂર રહ્યા હતા. તેમણે પોતાની અંતિમ મેચ વર્લ્ડકપ 2019માં હિન્દુસ્તાન અને ન્યુઝિલેન્ડ દરમિયાન સેમિફાઈનલમાં રમી હતી.

Share This Article