ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 77663 થઈ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધતા સરકાર પણ હરકતમાં આવી છે. તો રાજ્ય સરકારે હવે કોરોનાના ટેસ્ટિંગ પણ વધાર્યા છે. ત્યારે 14 ઓગસ્ટ સાંજથી 15 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1094 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 77663 થઈ છે.

(File Pic)

રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1015 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 19 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2748 થયો છે.

(File Pic)

જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 60637 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 162, વડોદરામાં 107 અને રાજકોટમાં 95 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 34, જામનગરમાં 56. અમરેલીમાં 30 અને આણંદ જિલ્લામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14359 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article