દેશના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી

admin
1 Min Read

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીયોના લિસ્ટમાં ફરીથી પ્રથમ નબર પર રહ્યાં છે. તેઓ સતત 12મી વખતે દેશના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ ઈન્ડિયા મેગેઝીને વર્ષ 2019નું અમીરોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં 51.4 અબજ ડોલરની સંપતિની સાથે મુકેશ અંબાણીએ ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચર ટાઈકૂન ગૌતમ અદાણી આ વખતે બીજા સૌથી અમીર ભારતીય બન્યા છે.

આ સતત 12મું વર્ષ છે જ્યારે મુકેશ અંબાણી ફોર્બ્સ ઇન્ડિયાના સૌથી અમીર ભારતીય ટૉપ 100 લિસ્ટમાં ટૉપ પર છે. આશરે 28.4 કરોડના વધારા સાથે મુકેશ અંબાણી આશરે 3.64 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિની સાથે પહેલા નંબર પર યથાવત છે. જ્યારે ગૌતમ અદાણીએ 8 ક્રમનો મોટો જમ્પ માર્યો છે અને આ યાદીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત ઉદય કોટકે પહેલી વખત ટૉપ 5 માં જગ્યા બનાવી છે. 

Share This Article