મુંબઈ સાગાનું ફર્સ્ટ પોસ્ટર થયું રીલીઝ

admin
1 Min Read

‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘કાબિલ’ જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર સંજય ગુપ્તાની આગામી ફિલ્મ ‘મુંબઈ સાગા’ છે. આ ગેંગસ્ટર ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરાયું છે. આ ફિલ્મની લીડ સ્ટારકાસ્ટમાં જ્હોન અબ્રાહમ, ઇમરાન હાશ્મી, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, પ્રતીક બબ્બર, અમોલ ગુપ્તે અને રોનિત રોય છે. આ ફિલ્મ આવતા વર્ષે 19 જૂનના રોજ રિલીઝ થવાની છે. જ્હોને તેના ઇન્સ્ટાગ્રામ પર ફર્સ્ટ પોસ્ટરનો ફોટો શેર કર્યો હતો.‘મુંબઈ સાગા’ ફિલ્મની સ્ટોરી 1980 અને 1990ના દાયકાની છે જ્યારે બોમ્બે મુંબઈ બન્યું. સ્ટોરી તે સમયની આસપાસ ફરશે જ્યારે મિલ્સ બંધ થવા લાગી હતી, મોટા વેપારીઓના મર્ડર થતા હતા, રાજકારણીઓ, પોલીસ, અંડરવર્લ્ડ અને બિઝનેસમેન વચ્ચે કનેક્શન બનવા લાગ્યા હતા. ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ડિરેક્ટર સંજય ગુપ્તા આ ફિલ્મના ડિરેક્ટર હોવાની સાથે પ્રોડ્યૂસર અને રાઇટર પણ છે. ‘ટી સિરીઝ’ આ ફિલ્મને કો-પ્રોડ્યૂસ કરી રહ્યું છે.

Share This Article