નીચે મહીસાગર, ઉપર નર્મદા કેનાલ

admin
1 Min Read

 

458 કિમી લાંબી નર્મદા મુખ્ય કેનાલ દુનિયાની સૌથી લાંબી પાકી ઇરિગેશન કેનાલ છે. નર્મદા મુખ્ય કેનાલમાં 142 કિમી અંતરે મહી નદી પર દુનિયાનું સૌથી મોટું એક્વેડક્ટ છે. એક્વેડક્ટ એટલે નદીની ઉપરથી કેનાલને પસાર કરવાનું સ્ટ્રકચર. આ ડિઝાઇન એન્જિનિયરિંગ માર્વેલ ગણાય છે. તેમાં 3.87 લાખ ક્યુબિક મીટર કોંક્રિટ વપરાયું છે જ્યારે બુર્જ ખલિફામાં 3.30 લાખ ક્યુબિક મીટર કોંક્રિટ વપરાયું છે. એક્વેડક્ટ ડિઝાઇનને નેશનલ બ્રિજ એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ ડ્રોન તસવીર ખેડાના ગળતેશ્વર તાલુકાના પીપળીયા સીમમાંથી લેવાઇ હતી.કુલ રૂ. 137 કરોડ એક્વેડક્ટનો ખર્ચ,25 મીટર નદી પરની ઉંચાઇ,602 મીટર એક્વેડક્ટની લંબાઇ,3.87 લાખ ક્યુ.મી. ક્રોંકિટનો ઉપયોગ,23000 ટન સ્ટિલનો ઉપયોગ 274 મુખ્ય કેનાલ પર બ્રિજ,598 મુખ્ય કેનાલનાં સ્ટ્રકચર,38 બ્રાન્ચ કેનાલની સંખ્યા છે.

Share This Article