નેશનલ : નવજોત સિંહ સિધૂને કોંગ્રેસે સોંપી પંજાબની કમાન, ચાર કાર્યકારી અધ્યક્ષની પણ નિયુક્તિ

admin
2 Min Read

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધૂને પંજાબ કોંગ્રેસની કમાન સોંપી છે. સિધૂને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની સાથે જ પંજાબના ચાર કાર્યકારી અધ્યક્ષની પણ નિયુક્તિ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ અહેવાલ મળતા જ નવજોત સિંહ સિધૂના ઘરની બહાર મિઠાઈઓ વેંચવાની શરૂ થઈ ગઈ હતી. સિધૂ કેમ્પનો દાવો છે કે હાઈકમાન્ડના આ નિર્ણયમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પણ સહમતિ છે. અગાઉ પંજાબના મુખ્યમંત્રીએ સિધૂને પ્રદેશ અધ્યક્ષ બનાવવા સામે નરાજાગી વ્યક્ત કરી હતી તેમજ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો. નવા નિયુક્ત પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ગુરુદ્વારા શ્રી દુખ્નીવરન સાહેબમાં નમાઝ પઢી હતી.

મુખ્યપ્રધાન અમરિંદરસિંહે અઠવાડિયાની જહેમત અને કડક વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ સંગતસિંહ ગિલઝિયન, સુખવિંદર સિંહ ડેની, પવન ગોયલ અને કુલજીતસિંહ નાગરાને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. તો બીજી બાજુ પંજાબ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે પાર્ટી અધ્યક્ષે પોતો નિર્ણય જાહેર કરી દીધો છે. આ અંગે હજી સુધી અમરિંદર સિંહ કેમ્પની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. હવે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી ટાણે કેપ્ટન અમરિંદર સિંહ અને નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ સિધૂની જવાબદારી વધી જશે. ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસના બન્ને દિગ્ગજ નેતાઓ વચ્ચે છેલ્લા બે વર્ષથી ઘર્ષણ ચાલી રહ્યું છે.

Share This Article