નેશનલ : રસી ઉત્પાદકોને બે મહિનાનું સો ટકા એડવાન્સ ચુકવણી

admin
1 Min Read

દેશમાં કોરોનાની સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર પોતાના રસીકરણ અભિયાન માં કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે સક્રિય છે અને રસી ના ઉત્પાદન માટે રસી ઉત્પાદક કંપ્નીઓને કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક નવી સૂચનાઓ અપાઈ છે અને સાથોસાથ બે મહિનાની એડવાન્સ રકમની ચુકવણી પણ કરી દેવામાં આવી છે.સોમવારે કેન્દ્ર સરકારે 1 મેથી દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોને રસી લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

તેવામાં રસીની માંગને જોતા દુનિયાના સૌથી મોટા રસીકરણમાં અડચણ ન આવે તે માટે કેન્દ્ર સરકારે ભારતમાં રસી બનાવનારી કંપનીઓને 2 મહિનાના 100 ટકા એડવાન્સ પૈસા આપ્યા છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક કંપનીઓના કુલ 4 હજાર 500 કરોડ રુપિયાની ચુકવણી કરવામાં આવી છે. જેમાં કોવિશિલ્ડનું ઉત્પાદન કરનારી સીરમ ઈસ્ટીટ્યૂટ માટે 3 હજાર કરોડ અને કોવેક્સિનનું ઉત્પાદન કરનારી ભારત બાયોટેક માટે 1500 કરોડ આપવામાં આવ્યા છે

Share This Article