નેશનલ : પેગાસસ મામલો: ગૃહમંત્રી રાજીનામુ આપે: રાહુલ ગાંધી

admin
1 Min Read

ઇઝરાયેલના સ્પાયવેર પેગાસસની લીક થયેલી સૂચિમાં ભારતના મોટા પત્રકારો,કેબિનેટ મંત્રીઓ અને એક જજ સહિત અનેક નામ ખૂલ્યા હતા. આ યાદીમાં રાહુલ ગાંધીનું નામ સામેલ પણ થયું છે. ત્યારે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ સ્પાયવેર પેગાસસ દ્વારા કરાયેલી કહેવાતી જાસૂસીને રાજદ્રોહ ગણાવી છે. ગાંધીએ આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માગ્યું છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાની સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં તપાસની માગણી કરી છે. એમણે શુક્રવારે એમના પક્ષના સાંસદો સાથે સંસદ સંકુલમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ દેખાવો કર્યા. રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાંની માંગણી કરતાં કહ્યું હતું કે પેગાસસ એક એવું હથિયાર છે જેને ઈઝરાયેલ દ્વારા આતંકીઓ સામે લડવા માટે બનાવવામાં આવ્યું હતું.

પરંતુ દેશના વડા પ્રધાન અને ગૃહમંત્રી એને રાજનૈતિક ફાયદો મેળવવા માટે ઉપયોગમાં લે છે જે તદ્દન ખોટું છે. તેની ન્યાયિક તપાસ થવી જોઈએ અને ગૃહ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. ગાંધીએ દાવો કર્યો કે ફ્રાન્સના રાફેલ જેટ વિમાનો વિષેની તપાસ રોકવા માટે પેગાસસનો ઉપયોગ કરાયો. મોદીજીએ આ હથિયારનો ઉપયોગ, આપણા દેશની વિરૂ દ્ધમાં કર્યો, જેના માટે ફક્ત એક શબ્દ છે રાજદ્રોહ. દરમિયાન, ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા છે. એણે કહ્યું કે આ મામલો સંસદના ચોમાસુ સત્ર અગાઉ જાણી – જોઇને ઉઠાવાયો છે.

Share This Article