જુનીધરી ગામે નવચંડી મહાયજ્ઞ યોજાયો

admin
1 Min Read

ગોધરા તાલુકાના જુનીધરી ગામે આવેલ ચામુંડા માતાજી ના મંદિરે નવરાત્રી મહોત્સવ નિમિત્તે નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.માતાજી ની સેવા પુજા અર્ચના કરી માતાજી ને પ્રસંન્ન કરવાનું પર્વ એટલે નવરાત્રિ આસો નવરાત્રી માં આખા દેશમાં વિવિધ જગ્યાએ ભક્તો માતાજી ને પ્રસંન્ન કરવા નવરાત્રી નું આયોજન કરતા હો છે અને માતાજી ને રીઝવવા માતાજી ની વિવિધ તરીકે સેવા પુજા કરતા હોય છે.જેમા જુનીધરી ગામે આસો નવરાત્રી મહોત્સવ નિમિત્તે ચામુંડા સેવા ટ્રસ્ટ દ્વારા જુનીધરી ગામે આવેલ ચામુંડા ચોક ખાતે દસ દિવસ સુધી સેવા પુજા નવમાં નોરતે નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું અને તેની સ્થાપના કરવામાં આવી જેમાં ગામના હજારો લોકો નવચંડી માં જોડાયા હતા અને  દસેરા ના દિવસે નવચંડી મહાયજ્ઞ નું પુર્ણાહુતી કરવા માં આવી હતી.તેમાં ગામના તેમજ આજુબાજુ ના ગામ માંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને માતાજી ના દર્શન નો લાભ લીધો હતો.ત્યાર બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોખ્ખા ઘીનો પ્રસાદ અને દાળ,ભાત,શાક,પુરી, બનાવવા મા આવ્યા હતા લોકો એ નવચંડી યજ્ઞ બાદ પ્રસાદ આરોગી ને ધન્ય થયા હતા.નવચંડી માં આવેલા હજારો શ્રદ્ધાળુઓ ને પગલે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

 

Share This Article