ગુજરાતમાં આજથી પાન-મસાલાના બંધાણીઓ માટે નવો નિયમ લાગુ

admin
2 Min Read

રાજયમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા આ મહામારીને રોકવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાન-મસાલા ગલ્લા પર બનાવી આપવામાં આવશે નહિં. મળતી માહિતી મુજબ, રાજ્યમાં કોરોનાનો કહેર વધતા પાન મસાલા શોપ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(File Pic)

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજથી પાન પાર્લરમાં મસાલા પાર્સલમાં જ મળશે તેવો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસની મહામારીને લઈ સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી જેમાં જાહેર માર્ગ પર જે કોઈ વ્યક્તિ થૂક્તો દેખાશે તેની પાસેથી 200 રુપિયા દંડ લેવામાં આવશે અને પાન પાર્લરની બહાર જો કોઈ થૂકતો દેખાશે તો પાનના માલિકને 10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

(File Pic)

ત્યારે હવે આ આકરા દંડની રકમથી બચવા તેમજ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસીએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે આ આંકડો હવે થોડા દિવસોમાં 50 હજારના આંકડાને આંબી જશે. ત્યારે કેટલાક વેપારીઓએ પણ શહેરોમાં સ્વૈચ્છિક રીતે વેપાર ધંધા બંધ રાખવાનો પણ નિર્ણય લીધો છે.

 

Share This Article