ગુજરાતમાં 24 કલાકમાં 74 તાલુકામાં નોંધાયો વરસાદ

admin
1 Min Read

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં 5 તાલુકામાં સૌથી વધુ અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. શુક્રવારે સૌથી વધુ જુનાગઢના કેશોદ તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

(File Pic)

જ્યારે દાહોદ, તાપી, જુનાગઢ, સાબરકાંઠા, ડાંગ સહિતમાં મેઘ મહેર જોવા મળી હતી. આ ઉપરાંત અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતા ઉકળાટનો માહોલ સર્જાયો હતો.

બીજીબાજુ રાજ્યમાં આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિકલ સર્ક્યુલેશનની અસરના કારણે વલસાડ, દમણમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે. જેને લઇ માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

મહત્વનું છે કે, છેલ્લા બે દિવસથી અમદાવાદમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ વચ્ચે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Share This Article