હવાઇ યાત્રા માટે સરકારે જાહેર કર્યા નવા નિયમ

admin
1 Min Read

હવાઈ મુસાફરીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર એટલે કે એસઓપીમાં ફેરફાર કર્યો છે. આ નિયમોમાં અલગ અલગ એરલાઇન્સ હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પહેલાની જેમ ભોજન પીરસી શકશે.

આ ઉપરાંત જો કોઇ યાત્રી મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનો ઇન્કાર કરે તો તેનું નામ એરલાઇન્સની નો ફ્લાઇટ લિસ્ટમાં મુકવામાં આવશે. આ સાથે સરકારે એરલાઈન્સ કંપનીઓને મુસાફરોને નાસ્તા, ખોરાક, પીણા આપવાની મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત ડોમેસ્ટીક ફ્લાઈટ્સમાં મુસાફરોને અગાઉથી પેક કરેલા નાસ્તા, ખોરાક, ભોજન અને પીણા પદાર્થ તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં ગરમ ભોજન પીરસવાની મંજૂરી અપાઈ છે.

ઉડ્ડયન નિયમનકાર DGCAના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત જો કોઈ મુસાફર ફ્લાઇટ દરમિયાન ફેસ માસ્ક પહેરવાનો ઇનકાર કરે તો એરલાઇન તેને ‘નો-ફ્લાય’ સૂચિમાં મૂકી શકે છે, એટલે કે તેવા પ્રવાસીની મુસાફરી પર પ્રતિબંધ લગાવી શકાય છે.

આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન હવાઇ મુસાફરી પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે ત્યારબાદ ફરી જ્યારે સેવાઓ શરૂ કરવામાં આવી તો ઘણા પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. ત્યારે સરકારે એસઓપીમાં ફરી ફેરફાર કર્યા છે.

Share This Article