કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર : 24 કલાકમાં 655 દર્દી સાજા થતા તંત્રને રાહત

admin
1 Min Read

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જ થયેલ દર્દીની સંખ્યા વધુ નોંધાતા તંત્રને આંશિક રાહત થઈ છે. રાજ્યમાં 24 કલાકમાં 580 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 655 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી છે.

રાજ્યમાં વધુ 580 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 27317 થઈ ગઈ છે.. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 25 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1664 થયો છે.

જ્યારે અત્યાર સુધી કુલ 19357 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 273 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 176, વડોદરામાં 41 કેસ નોંધાયા છે. જ્યારે ભરુચમાં 10 કેસ નોંધાયા છે. તો અરવલ્લીમાં 9, ભાવનગર-જામનગરમાં 8-8 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં 5, રાજકોટ-આણંદ-પંચમહાલ-પાટણ-અમરેલીમાં 4-4 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બનાસકાંઠા-સાબરકાંઠામાં 3-3 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 59 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6296 સ્ટેબલ છે.

Share This Article