USમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર

admin
1 Min Read

સ્ટૂડન્ટ વીઝા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે વિવાદિત નિર્ણય લીધો હતો તેને આખરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછો ખેંચવો પડ્યો છે. ટ્રમ્પ દ્વારા વિઝા અંગે લેવાયેલા વિવાદિત નિર્ણયને અંતે કોર્ટના દખલ બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે કોરોના દરમિયાન ઓનલાઇન વર્ગો માટે પસંદગી કરનારા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પાછા ખેંચી લેવામાં આવશે.

હાર્વર્ડ યુનિવર્સિટી અને અન્ય ઘણી સંસ્થાઓએ સરકાર વિરુદ્ધ કાયદાઓનો આશરો લીધો અને 6 જુલાઇએ લીધેલા યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જે અંગેની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એલિસન બેરોએ કહ્યું હતું કે, “સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચવા સંમત થઈ છે.”

(File Pic)

નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા નથી. શૈક્ષણિક સંસ્થાઓએ કહ્યું હતું કે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તો લોકોને વ્યક્તિગત રૂપે જ નહીં પણ આર્થિક રીતે પણ નુકસાન ઉઠાવવું પડશે. મહત્વનું છે કે, હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓને તેમના વતન પરત ફરવાનો વારો આવ્યો હતો. જોકે હવે ટ્રમ્પે નિર્ણય પરત ખેંચતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

Share This Article