બોડેલીમાં બજાર જતા યુવાનએ મળ્યો મસમોટો મેમો

admin
1 Min Read

મોદી સરકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે લાલ આંખ કરી દંડમાં મોટો વધારો કર્યો છે. જેની સામે રૂપાણી સરકારે આંશિક રાહત આપતા દંડમાં થોડો ઘટાડો કર્યો છે. પરંતુ ગુજરાતમાં એક બાઈકચાલકને 11 હજાર 100 રૂપિયાનો દંડ થયાનો કિસ્સો સામે આવ્યો છે. બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતો હબીબ રીફાકત ખત્રી નામનો યુવક લાઈટ ફિટિંગની કામગીરી તેમજ મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતો. છોટાઉદેપુરમાં બાઈકચાલકને 11 હજાર 100 રૂપિયાનો દંડ થયો છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા દંડ ફટકારવામાં આવ્યો છે. 12 હજાર રૂપિયામાં બાઈકની ખરીદી કરી હતી. પહેલા 7 હજારનો દંડ થયો અને RTOએ વધુ 3000 ચૂકવવા કહ્યું છે. આ વીમાના 1100 રૂપિયા પણ બાઈકચાલક પાસેથી અલગથી લેવામાં આવ્યા છે. બોડેલી અલીપુરા સર્કલ પર પોલીસે મેમો આપ્યો છે. પોલીસે અલગ-અલગ કલમ લગાવીને મસમોટો દંડ ફટકાર્યો છે.

 

 

 

Share This Article