હવે Apple ફોનના પણ પાર્ટ બનશે ભારતમાં? આ કંપનીએ કર્યું કરોડોનું રોકાણ….

admin
1 Min Read

દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન બનાવનારી કંપની એપલના પાર્ટ્સ હવે જલ્દી જ ભારતમાં બનશે. ટાટા ગ્રુપ દ્વારા આ માટે મોટાપાયે રોકાણ પણ કરવામાં આવી રહ્યું છે. એક અહેવાલ મુજબ ટાટા ગ્રુપ આ કામ માટે તમિલનાડુમાં રૂપિયા 5000 કરોડના ખર્ચે એક સ્માર્ટફોન પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવી રહી છે.

આ માટે ટાટા ગ્રુપના નવા બનેલા ટાટા ઈલેક્ટ્રોનિક્સને જમીન મળી ગઈ છે. રીપોર્ટ મુજબ તમિલનાડુના TIDCOમાં ટાટા ગ્રુપને 500 એકર જમીન પણ મળી ગઈ છે. આ ફેક્ટરીમાં આઈફોન ઉપરાંત એપલ આઈપેડ, સ્માર્ટવોચ અને મેકબુકના પાર્ટ્સ પણ બનાવવામાં આવશે. રિપોર્ટ મુજબ, 27મી ઓક્ટોબરના રોજ જે સ્થળે આ ફેક્ટરીનું નિર્માણ થઈ રહ્યું છે તે જમીનનું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યુ હતું.

જોકે એપલ તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જ્યારે ટાટાના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ફેક્ટરી ખાસ રીતે કોઈ બ્રાન્ડના ફોનના પાર્ટ્સ નહીં બનાવે, પરંતુ આ ઘણી કંપનીઓના ઓર્ડર મળવા પર ફોન પાર્ટ્સનું ઉત્પાદન કરશે. ઉલ્લેખનીય છે કે એપલ માટે ફોનના પાર્ટ્સ બનાવતી ફોક્સકોન કંપની પહેલાથી જ ભારતમાં પોતાનો નવા પ્લાન્ટ લાવી ચૂકી છે. એવામાં હવે ટાટા પણ આઈફોનના પાર્ટ્સ બનાવવા તરફ વધારે ભાર આપી રહ્યું છે.

Share This Article