હવે શ્વાન પણ ટ્રાફિક નિયમનો કરી રહ્યા છે અમલ

admin
1 Min Read

હાલ સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાઈકની પાછળ એક શ્વાન હેલમેટ પહેરીને બેઠેલો નજરે પડી રહ્યો છે. નવા મોટર વાહન અધિનિયમના અમલ પછી, જ્યાં આ કાયદો એક તરફ લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યો છે, ભારે ચલણોની હેડલાઇન્સથી અખબારના પાના ભરેલાં રહે છે. રસ્તો હોય અથવા સોશિયલ મીડિયા બધી જગ્યાએ તેની જ ચર્ચા થઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલ એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે જેનાથી નવા કાયદાનો ડર ફક્ત માણસોમાં જ નહીં, પરંતુ પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. વાયરલ થયેલ ફોટોમાં એક શ્વાન બાઈક પાછળ બેઠેલો નજરે પડી રહ્યો છે. જોકે તેણે હેલ્મેટ પણ પહેરેલુ છે. જેને જોઈને જનતાને નવા મોટર વ્હીકલ એક્ટની યાદ આવી ગઈ. આ ઉપરાંત અન્ય એક વીડિયો પણ ટ્વિટર પર વાયરલ થયો છે. જેમાં બાઈક પર એક નાનુ શ્વાન બાઈકના આગળ બેઠેલું નજરે પડી રહ્યું છે અને તેનો માલિક તેને તેની સાઈઝનું નાનું હેલમેટ પહેરાવી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે ટ્રાફિકના નવા અધિનિયમ હેઠળ, જો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયશો, તો ચાલાન મસમોટું આવશે. જોકે, આ ફોટા એ પણ જણાવી રહ્યા છે કે હેલ્મેટ પહેરવું કેટલું મહત્વનું છે, બંને સલામતી માટે અને ખિસ્સા માટે પણ.

Share This Article