હવે રિલાયન્સ પણ કરશે કોરોનાનું ટેસ્ટિંગ, 2 કલાકમાં આપશે ટેસ્ટિંગનું પરિણામ

admin
1 Min Read

ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં કોરોનાના ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું છે ત્યારે રિલાયન્સ લાઈફ સાયન્સિસે કોરોના સંક્રમણ માટે એક એવી આરટી-પીસીઆર કિટ વિકસાવી છે જે માત્ર બે કલાકમાં જ ટેસ્ટનું પરિણામ આપશે. કંપનીના સુત્રો દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

વર્તમાન આરટી-પીસીઆર કિટથી કોવિડ 19ના ટેસ્ટિંગના પરિણામ આવતા આશરે 24 કલાકનો સમય લાગે છે. ત્યારે રિલાયંસ લાઈપ સાયન્સિસ દ્વારા વિકસાવવામાં આવેલ નવી આરટી-પીસીઆર કિટથી કોવિડ 19 ટેસ્ટનું પરિણામ માત્ર બે કલાકમાં શક્ય બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ લાઇફ સાયન્સિસના કોમ્પ્યુટેશનલ બાયોલોજિસ્ટ્સે SARS-CoV-2ના ૧૦૦થી વધુ જિનોમ્સનું વિશ્લેષણ કર્યા પછી RT-PCR કિટ તૈયાર કરી છે.

RT-PCR એટલે રિયલ-ટાઇમ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન-પોલિમરેસ ચેઇન રિએક્શન (RRT-PCR) ટેસ્ટ. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ લાઇફ સાયન્સિસ મુકેશ અંબાણીના રિલાયન્સ જૂથની સબસિડિયરી છે. રિલાયન્સ લાઇફ સાયન્સિસના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી કિટને આર-ગ્રીન કિટ નામ અપાયું છે અને ICMRએ સંતોષકારક કામગીરી માટે તેને ટેક્નિકલ વેલિડિટી આપી છે

Share This Article