શિયાળો આવતાં જ માર્કેટમાં અવનવા ફ્રુટ્સ તેમજ વેજીટેબલ્સ જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી ગણાય છે. જોકે, લાલ લાલ સ્વાદિષ્ટ ટામેટા ઇન્ડિયન ડિશનો મહત્ત્વનો ભાગ છે. ખાસ કરીને હવે શિયાળો આવતા માર્કેટમાં વધુ પ્રમાણમાં ટામેટા જોવા મળે છે. કાચા ટામેટા ઉપરાંત તેનો સુપ પણ ખુબ જ સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. ઉલ્લેખનીય છે કે, જમતા પહેલા સ્ટાર્ટર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપમાં વિટામીન એ, ઇ, સી, કે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે શરીરને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. ટોમેટો સુપમાં વિટામીન કે અને કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબુત રાખે છે. ટામેટામાં મોટાપ્રમાણમાં લાઇકોપીન હોય છે જે હાડકા માટે સારું છે. ટોમેટો સુપમાં ભરપુર માત્રામાં કોપર અને પોટેશિયમ હોય છે, તેનાથી નર્વસ સિસ્ટમ ઠીક રહે છે અને મગજ પણ મજબુત રહે છે. મગજની તંદુરસ્તી માટે ટામેટા બેસ્ટ છે. ટોમેટો સુપમાં વિટામીન એ અને સીની સારી એવી માત્રા હોય છે. વિટામીન એ, ટિશ્યુના વિકાસ માટે જરુરી છે. શરીરમાં રોજ 16 ટકા વિટામીન એ અને 20 ટકા વિટામીન સીની જરુર હોય છે અને ટોમેટો સુપ આ જરુરિયાતોને પુર્ણ કરે છે. ટોમેટોમાં લાઇકોપીન અને કેરોટોનોઇડ જેવા એન્ટી ઓક્સિડન્ટ હોય છે તેનાથી કેન્સરની શક્યતાઓ પણ ઘટી જાય છે.
